Petrol Diesel Price Today: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું કે સસ્તુ ? જાણો આજનો નવો ભાવ

Petrol Diesel Price Today: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના તાજા ભાવ જાહેર થયા છે. રાષ્ટ્રીય સ્તરે ભલે ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા ન હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ચાલુ છે. આવતા દિવસોમાં તેના પ્રભાવ રૂપે દેશમાં ઈંધણના ભાવોમાં ઘટાડાની શક્યતા બનતી દેખાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા

અમેરિકામાં ક્રૂડ અને ઇંધણના સ્ટોકમાં વધારો નોંધાતાં બુધવારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હતા.

મુખ્ય મુદ્દાઓ:

  • બ્રેન્ટ ક્રૂડ 0.43% ઘટીને $64.61 પ્રતિ બેરલ થયું.
  • WTI ક્રૂડ 0.4% ઘટીને $60.50 પ્રતિ બેરલ પર આવ્યું.
  • અમેરિકામાં વધતા સ્ટોક બતાવે છે કે સપ્લાય માંગ કરતા વધુ છે, Atle કારણે ભાવમાં ઘટાડો નોંધાયો.

આવાં વૈશ્વિક ફેરફારોનો પ્રભાવ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના દૈનિક રેટ પર પડે છે.

દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

દિલ્હી

પેટ્રોલ: ₹94.72 ડીઝલ: ₹87.62

મુંબઈ

પેટ્રોલ: ₹103.44 ડીઝલ: ₹89.97

કોલકાતા

પેટ્રોલ: ₹103.94 ડીઝલ: ₹90.76

ચેન્નાઈ

પેટ્રોલ: ₹100.85 ડીઝલ: ₹92.44

ગુજરાતના મુખ્ય શહેરોના ભાવ

અમદાવાદ

પેટ્રોલ: ₹94.65 ડીઝલ: ₹90.04

ભાવનગર

પેટ્રોલ: ₹96.10 ડીઝલ: ₹91.77

ગાંધીનગર

પેટ્રોલ: ₹94.85 ડીઝલ: ₹90.72

પાટણ

પેટ્રોલ: ₹95.26 ડીઝલ: ₹89.99

રાજકોટ

પેટ્રોલ: ₹95.18 ડીઝલ: ₹90.46

વડોદરા

પેટ્રોલ: ₹94.12 ડીઝલ: ₹90.28

Read more –

Leave a Comment