PM Kisan 21st installment news: દેશના અન્નદાતા ખેડૂતો માટે આજે એક મોટી રાહત અને ખુશીની જાહેરાત થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની મહત્વની યોજના PM કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો આજે, 19 નવેમ્બર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રિલીઝ કરવામાં આવશે.
આ કાર્યક્રમ તમિલનાડુના કોઇમ્બતુરમાંથી બપોરે 1:30 વાગ્યે યોજાશે, જ્યાંથી દેશના લગભગ 9 કરોડ ખેડૂતોને કુલ ₹18,000 કરોડની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
ખેડૂતો માટે શું છે ખાસ ?
PM કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ DBT દ્વારા સીધી બેંક ખાતામાં જમા થાય છે, જેથી ખેડૂતોને બીજ, ખાતર, સિંચાઈ અને અન્ય ખેતી સંબંધિત ખર્ચમાં મદદ મળી શકે.
21મા હપ્તાની જાહેરાત બાદ ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે રકમ સીધી જ આજે બપોરથી તેમના ખાતામાં આવવાની શરૂ થશે.
કોઈમ્બતુરથી થશે કાર્યક્રમનું સીધું પ્રસારણ
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી હતી કે PM મોદી આજે લાખો ખેડૂતોને સંબોધિત પણ કરશે. સરકાર આ દિવસને ‘કિસાન ઉત્સવ’ તરીકે ઉજવી રહી છે.
અગાઉ હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ–કાશ્મીર જેવા કુદરતી આફતથી પ્રભાવિત રાજ્યોના ખેડૂતોને સહાયની રકમ જમા થઈ ચૂકી છે.
આ ખેડૂતોને લાભ નહીં મળે – જાણવું જરૂરી
PM કિસાનની રકમ મેળવવા માટે નીચેની શરતો ફરજિયાત છે. નહીં તો આજનો હપ્તો તમારા ખાતામાં નહીં આવે.
1. e-KYC પૂર્ણ હોવી જોઈએ
જો e-KYC બાકી છે, તો રકમ જમા નહીં થાય.તે તમે કરી શકો છો:
PM Kisan Portal પર
અથવા નજીકના CSC Centre પર
2. ફક્ત જમીનધારક ખેડૂતો જ પાત્ર
જે ખેડૂતો જમીનના માલિક છે અને તેમાં ખેતી કરે છે, તેમને જ યોજનાનો લાભ મળે છે.
3. ખોટી માહિતી ધરાવતા ખેડૂતોના નામ રજિસ્ટરથી કાઢી મૂકવામાં આવે છે
યોજના માટે પાત્રતા ચકાસણી સતત થાય છે.
તમારો 21મો હપ્તો આવ્યો કે નહીં — આમ ચેક કરો
1. pmkisan.gov.in પર જવુ
2. “Beneficiary Status” પર ક્લિક કરો
3. મોબાઈલ નંબર અથવા રજીસ્ટર્ડ Aadhaar નંબર નાખો
4. સ્ટેટસ ચેક કરીને જાણી શકો છો કે રકમ તમારા ખાતામાં પહોંચી કે નહીં