SIR Form Correction 2025: હવે સબમિટ થયા બાદ પણ ફોર્મ સુધારી શકાશે! સંપૂર્ણ માર્ગદર્શન

SIR Form Correction 2025: મતદાર યાદીમાં ચાલતા Special Intensive Revision (SIR) દરમ્યાન અનેક મતદારો દ્વારા ઓનલાઈન અથવા ઓફલાઈન સબમિટ કરાયેલા ફોર્મમાં ભૂલો જોવા મળી રહી છે. ખાસ કરીને નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, સરનામું અને ફોટો જેવી માહિતીઓમાં ખામી રહેવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હવે મતદારો માટે સારા સમાચાર છે – SIR ફોર્મ સબમિટ થયા પછી પણ તેમાં સુધારો શક્ય બન્યો છે.

ફોર્મમાં સુધારો કોણ કરી શકે ?

ખાસ નોંધનીય વાત એ છે કે ફોર્મમાં સુધારો નાગરિકો પોતે કરી શકતા નથી.
આ સત્તા માત્ર BLO (Booth Level Officer) ને આપવામાં આવી છે.

એટલે જો તમારા SIR ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય,
તો તમારે તમારા વિસ્તારના BLO નો સંપર્ક કરવો પડશે.
BLO પોતાની સત્તાવાર મોબાઈલ એપ દ્વારા ફોર્મને એડિટ કરી શકશે.

BLO માટે એપમાં ઉમેરવામાં આવી નવી સુવિધા

BLO એપ્લિકેશનમાં નવા અપડેટ બાદ ફોર્મ સુધારવાની પ્રોસેસ વધુ સરળ બનાવાઈ છે.

BLO ને નીચે મુજબ પગલાં લેવા પડે છે:

  1. એપમાં Special Intensive Revision (SIR) સેક્શન ખોલવો
  2. ભાષા પસંદ કર્યા બાદ 5 વિકલ્પો દેખાશે
  3. તેમાં ચોથો વિકલ્પ “ભરેલા ગણતરી ફોર્મને સુધારો” પસંદ કરવો
  4. ત્યારબાદ BLO અપલોડ કે સબમિટ થયેલા ફોર્મને ખોલીને એડિટ કરી શકે

આથી હવે સબમિટ થયેલા ફોર્મમાં પણ જરૂરી ફેરફારો શક્ય છે.

કઈ વિગતો સુધારી શકાય ?

BLO દ્વારા નીચેની માહિતીઓ સરળતાથી સુધારી શકાય છે:

  • જન્મ તારીખ (DOB)
  • મોબાઈલ નંબર અને આધાર નંબર
  • માતા/પિતા/પતિનું નામ
  • તેમનો EPIC નંબર (Voter ID Number)
  • સંબંધ (Relation) માં ફેરફાર
  • 2002ના SIR Survey અંગેની માહિતી
  • ફોટો સુધારવો – ખોટો ફોટો અપલોડ થયો હોય તો ‘Unmap’ કરીને નવો ફોટો ઉમેરાય શકે

આ તમામ ફેરફારો BLO પોતાની એપ મારફતે તરત કરી શકે છે.

ઓનલાઇન અરજકર્તાઓ માટે શી સુવિધા ઉપલબ્ધ છે ?

જે લોકોએ ઓનલાઈન SIR ફોર્મ ભર્યું છે, તેમની માહિતી BLO સુધી ચકાસણી માટે પહોંચે છે.

  • માહિતી સાચી હોય તો BLO “OK Found” કરશે
  • ભૂલ જણાય તો BLO પાસે હવે “Edit” વિકલ્પ પણ ઉપલબ્ધ છે

એટલે ઓનલાઈન ફોર્મ ભરનારાઓ માટે પણ સુધારાની ચિંતા હવે નથી.
એક જ સંપર્ક BLO અને કામ થઈ જશે.

નિષ્કર્ષ

આ નવી સુવિધા દ્વારા મતદારોની મુશ્કેલી ઓછી થશે અને મતદાર યાદી વધુ સચોટ બની શકશે. જો તમારા SIR ફોર્મમાં કોઈપણ ખામી રહી ગઈ હોય, તો તરત જ તમારા વિસ્તારના BLO ને સંપર્ક કરી સુધારણી પ્રક્રિયા પૂરી કરાવી લો.

Leave a Comment