Sukanya Samriddhi Yojana 2025: ભારત સરકારે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) શરૂ કરી છે. આ યોજના હેઠળ માતા–પિતા દર મહિને નાની રકમ બચત કરીને પોતાની પુત્રીના શિક્ષણ અને લગ્ન માટે મોટી રકમ તૈયાર કરી શકે છે.
આજે જાણીએ કે જો તમે દર મહિને ₹500 જમા કરો તો 21 વર્ષ પછી ચોક્કસ કેટલા પૈસા મળશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે ?
આ કેન્દ્ર સરકારની છોકરીઓ માટેની સૌથી લોકપ્રિય સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે.
પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં સરળતાથી ખાતું ખોલી શકાય છે.
ખાતું ખુલ્યા પછી 15 વર્ષ સુધી જમા કરવું પડે છે અને આખી રકમ 21 વર્ષ પછી મળે છે.દીકરી 18 વર્ષની થયા પછી અભ્યાસ માટે આંશિક રકમ ઉપાડી શકાય છે.
માત્ર ₹500 દર મહિને જમા કરો – 21 વર્ષ પછી મોટી રકમ મેળવો
જો કોઈ વ્યક્તિ 2021 થી દર મહિને ₹500 જમા કરે છે તો—
15 વર્ષમાં કુલ જમા રકમ: ₹90,000
વ્યાજ: ₹1,87,103
21 વર્ષ પછી મળનારી કુલ રકમ: ₹2,77,103
સાદા શબ્દોમાં કહીએ તો, માત્ર ₹500 મહિનામાં નાખીને 21 વર્ષમાં લગભગ 2.77 લાખ રૂપિયા મળે છે. દીકરીના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે આ એક ઉત્તમ ફન્ડ છે.
જો દર મહિને ₹1,000 જમા કરાવો તો કેટલા મળશે ?
- 15 વર્ષમાં કુલ જમા રકમ: ₹1,80,000
- વ્યાજ: ₹3,74,206
- 21 વર્ષ પછી કુલ રકમ: ₹5,54,206
થોડું વધારે રોકાણ કરવાથી રકમ સીધી બે ગણી જેટલી વધી જાય છે.
યોજના સાથે જોડાયેલા મહત્વના નિયમો
- વાર્ષિક ઓછામાં ઓછું ₹250 જમા ફરજિયાત.
- મહત્તમ ₹1,50,000 સુધીનું વાર્ષિક રોકાણ કરી શકો.
- એક પરિવારમાં બે દીકરીઓ સુધી ખાતું ખોલી શકાય.
- જો જોડિયા દીકરીઓ હોય તો બે કરતાં વધુ ખાતા પણ માન્ય.
- આ યોજનામાં રોકાણ પર Income Tax Section 80C હેઠળ ₹1.5 લાખ સુધીનો ટેક્સ લાભ મળે છે.
ખાતું ખોલવા માટે જન્મ પ્રમાણપત્ર, ઓળખપત્ર, સરનામાનો પુરાવો અને PAN જરૂરી છે.
Read more –
બંગાળની ખાડીમાં ખતરનાક સિસ્ટમ સક્રિય! IMDનો Red Alert – કયા રાજ્યોમાં પડશે ભારે વરસાદ ?